Joitabhai N Jegoda

23/05/2026
06/03/2026

પરમ પૂજનીય મહંતશ્રી ૧૦૦૮ શ્રીરૂપપુરીજી મહારાજ (રામપુરા મઠ જાગીર) ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ!

26/02/2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષામાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક શુભેચ્છાઓ.

તમારી મહેનત અને સમર્પણ તમને આ પરીક્ષામાં સફળતા અપાવશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. તમે જીવનમાં નવી સિદ્ધિઓ હાંસલ કરો અને દરેક પડકારને આત્મવિશ્વાસ સાથે પાર કરો,એવી હાર્દિક શુભકામનાઓ.

21/02/2026

🎓✨ યુવાનો સાથે પ્રેરણાદાયી મુલાકાત ✨🎓

કોદરામ,ભાગળ, વડગામ શાળાના બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વિદાય સમારંભ પ્રસંગે તેમજ ઉપસ્થિત રહી તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનો અવસર મળ્યો. તેમજ વડગામ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓના NSS સેવા કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં જોડાઈ સેવા ભાવના, રાષ્ટ્રીય ચેતના અને સંસ્કાર આધારિત જીવન વિશે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને જીવનના નવા પડાવ માટે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માર્ગદર્શન આપ્યું.

વડગામ તાલુકાની શ્રીમતી એમ. એ. પરીખ વિદ્યાલય, ભાગળ મુકામે સી. એલ. શાહ વિદ્યાલય તથા વડગામની શ્રીમતી જે. એસ. ટી. રાણા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી તેમજ જીવન મૂલ્યો આધારિત માર્ગદર્શન આપવાનો અવસર મળ્યો.
વિદ્યાર્થીઓનો ઉત્સાહ, સંકલ્પ અને સેવા ભાવના જોઈ અત્યંત આનંદ અનુભવાયો.

આજના યુવાનો જ આવતીકાલનું સશક્ત સમાજ અને રાષ્ટ્ર ઘડશે — એ વિશ્વાસ સાથે સૌને હાર્દિક શુભકામનાઓ. 🌿🇮🇳

Address

DANTIWADA
Palanpur
385505

Website

Alerts

Be the first to know and let us send you an email when Joitabhai N Jegoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category