03/02/2026
અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામમાં આવેલી ગાયત્રી સોસાયટી વિસ્તારમાં ચોંકાવનારી અને જીવલેણ બેદરકારી સામે આવી છે. અહીં કોઈ સામાન્ય ઝાડ નહીં, પરંતુ વેલા સીધા ચાલુ વીજ કરંટ ની લાઈનો પર અધધ ચડી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ખતરાના છાયા હેઠળ આવી ગયો છે. વેલાઓ વીજ તારને વળી જતા લાઈનો સાથે સીધો સંપર્ક સર્જાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે સ્પાર્કિંગ, શોર્ટ સર્કિટ, આગ લાગવી અથવા કરંટ જમીન સુધી ફેલાવાની ગંભીર શક્યતા ઊભી થઈ છે. નજીકથી પસાર થતા લોકો, બાળકો અને પશુઓ માટે આ સ્થળ જીવલેણ સાબિત થઈ શકે છે.સ્થાનિકોમાં ભારે રોષ સાથે ચર્ચા છે કે અહીં લાંબા સમયથી મેન્ટેનન્સ નામે શૂન્ય કામગીરી થઈ રહી છે. નિયમિત ટ્રિમિંગ કે લાઈન ક્લિયરન્સ ન થતા હાલની સ્થિતિ દુર્ઘટનાને આમંત્રણ આપતી દેખાઈ રહી છે.હવે સવાલ ઊભો થયો છે શું તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ હરકતમાં આવશે ?આટલો ખતરો હોવા છતાં કાર્યવાહી કેમ નહીં
રહેવાસીઓએ તાત્કાલિક વેલા દૂર કરી વીજ લાઈનો સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો કોઈ મોટી ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની જ ગણાશે.
રિપોર્ટર ફલક કુમાર હરેન્દ્ર ભાઇ વ્યાસ મેઘરજ